Gujju Bits

An Eclectic Interesting Gujarati/English Blog

16th May 2008

The Power of Silence

એક મિત્રે મને ગુડ મોર્નિંગ એસએમએસ મોકલ્યોઃ

A seed while growing makes no sound. A tree when falling makes huge noise.
Destruction is noise. Creation is always quiet. This is the Power of Silence.

આપણામાં બે બહુ જાણીતી અને ચવાઈ ગયેલી વિરોધાભાસી કહેવતો છેઃ  ન બોલ્યામાં નવ ગુણ   અને   બોલે એના બોર વેચાય.
આમ મૌન પણ વિરોધાભાસી નથી લાગતું? અણગમતી એકલતા, જ્યારે મનમાં વિચારો ઘુંટાય જેને વાચા ન મળે તો કેવી ગુંગળામણ થાય?
તો સાથે મૌન ક્યારેક શબ્દોથી નહીં પણ આંખોમાંથી વ્યક્ત થતો સુવાસિત પ્રેમ પણ હોઈ શકે છે. આવી મધુર પળો સૌએ માણી જ હશે.
તો ચાલો વધુ શબ્દો કરતાં કવિઓની દુનિયામાં જરાક ડોકિયું કરીને જોઈએ કે તેઓએ મૌનને કેવી રીતે વધાવવ્યું છે.

શૂન્ય પાલનપૂરી લખે છેઃ

મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો
આવ કે જોવા સમો છે શૂન્યનો વૈભવ હવે

અર્થપૂર્ણ મૌન પ્રેમમાં કેટલું મહત્વનું હોઈ શકે છે તે શૂન્ય સમજાવે છેઃ જોધા અકબર

પ્રેમ ઈર્ષાથી પર ક્યાંય હોતો નથી
શબ્દથી વાત કેરું વતેસર થશે
હોઠ સીવીને ચૂપચાપ જોતા રહો
મૌન પેદા કરે છે ભરમ કેટલા

જયંત શેઠ કહે છેઃ

ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઈ જાય છે
તો સમજ્યા વિના અમને બધું સમજાઈ જાય છે

આદિલ સાહેબ કંઈક એ જ ઢબે રજૂ કરે છે કેઃ

તમે શબ્દોથી જેને દૂર રાખ્યું, હવે આંખોંથી છલકાઈ રહ્યું છે
તમે જેને શિખરનું મૌન સમજ્યા, તળેટીમાં તે પડઘાઈ રહ્યું છે

હરીન્દ્ર દવેને મૌનમાં ભાર અને આભાર બેઉ દેખાય છેઃ

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી

(એમની આ આખી કવિતા ક્યારેક માણીશું)

મારા ઉદાસ દિલમાં વળે છે ફરી કરાર
પાછું તમારા મૌનમાં સાંત્વન ભળ્યું હશે

કાળઝાળ મૌનમાં શબ્દો કેવા થીજી જાય છે તે વાત પ્રફુલ્લ પંડ્યા કરે છેઃ બરફીલો પહાડ

થીજી ગયો’તો શબ્દ પછીથી જે મૌનમાં
ધારીને શબ્દદેહ ફરી ઓગળ્યો નહીં

ઓછું બોલીને ઘણું કહી દેવાવાળા સૂફીઓની બે વાતઃ
ON SUFISM:
Whatever you have in your mind - forget it;
Whatever you have in your hand - give it;
Whatever is to be your fate - face it! - Abu Sa’id

A seeker went to ask a sage for guidance on the sufi way. The sage counselled, “If you have
never trodden the path of love, go away and fall in love; then come back and see us.” - Jami

જયંન્ત જોશીના પ્રેમમાં તરબોળ સુવાસિત શેરથી આજના આ શબ્દપ્રવાસમાં અહીં વિરામ.

શબ્દથી પર કો’ક તો સંબંધ હોય છે
મૌનમાં વાચાળ એ સુગંધ હોય છે

પરેશ
તા. ૧૬-૦૫-૨૦૦૮

posted in Gujarati, poems | 0 Comments

13th May 2008

Muj witi tuj witshe dhiri bapudia

મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા…

આજે WIN XP CD આખરે હાથમાં આવી એટલે ખબર પડી કે આગલા બ્લોગ્સ માં લખ્યું’તું તો બરાબર પણ પેલી control panel માં જઈને complex scripts install કરવી પડે તે નહોતી કરી એટલે બરાબર વંચાતું નહોતું. Anyway, the mystery is solved now. And I feel so much better for it.

ગુજરાતી અક્ષર વાંચવા હોય તો આ પગલું ભર્યે જ છુટકો! નહીં તો મારી જેમ તમે પણ હ્રસ્વઈની છત્રી હાથમાં લઈને ગુસ્સામાં પલળ્યા કરશો!

Just go to DhavalShah’s page below, and follow the steps. One note: in FIRST STEP paragraph, in (4) he talks about clicking ‘Install Files for Complex Scripts’ but then shows ‘Install Files for East Asian Languages’ selected. Just click the box for Complex Scripts only.

http://dhavalshah.com/Write%20in%20Gujarati.htm

કવિતા લખવી એ કાચાપોચાનું કામ નથી. એક મહેફીલમાં મેં કવિતા લખવા ઉપર એક શેર સાંભળ્યો જે સચોટ છેઃ

આંખ મિલનેસે કોઈ મીત જન્મ લેતા હૈ
દિલે તન્હાઈમેં સંગીત જન્મ લેતા હૈ
જબ કફન હોતી હૈ કરવટેં હઝાર રાતોંકી
તબ જાકર કહીં એક ગીત જન્મ લેતા હૈ

અર્થાત્ પ્રીત મળવી સહેલી છે; સંગીત પણ A.R.Rehman ની જેમ પોતાની જાતને કમરામાં બંધ કરીને અનુભવથી
કેળવી શકાય છે. સંગીતના તો કેટલાય શાસ્ત્રો લખાયા છે. પણ અક્ષરોને પાળીને કવિતામાં મઢવા એ સહેલું નથી.

સુરતના ભાઈશ્રી ડૉ. રઈસ મણિયારે એક હાસ્યકવિ તરીકે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે, તે વિશે ઘણાં વાચકો પરિચિત હશે.
એમનો એક શેરઃ

આમ તો મુજ સાળાની એ બેન છે, સાસુ-સસરાની અજાયબ દેન છે.
એમનું સ્માઈલ મિસાઈલથી ચઢે, શ્રીમતી સાક્ષાત્ બીન લાદેન છે!

આજકાલની પેઢીમાંથી લુપ્ત થતી આપણી માતૃભાષા માટે આપણે સૌ જવાબદાર છીએ. જેમ કવિશ્રી તુષારભાઈ શુક્લએ એક
મહેફીલમા કહ્યું તેમ ગુજરાતી MOTHERTONGUE મટીને ટુંક સમયમાં GRANDMOTHERTONGUE થઈ જશે, જો
એક સમાજ તરીકે આપણે કોઈ પણ પગલાં લેશું નહીં. ENGLISH એક career tongue તરીકે ઠીક છે, પણ ઘરમાં તો
ગુજરાતી બોલાવું જ જોઈયે જેથી છોકરાઓ ગુજરાતીમાં વિચાર કરે ને બોલે. અમારી પેઢીવાળા લોકોને અંગ્રેજી પચાવતાં
જરાય વાંધો આવ્યો નથી. In fact, અમે લોકોએ જેટલો onslaught technically and philosophically સહન કર્યો છે
તેટલો આજની પેઢી કરી શકે કે કેમ એ બાબતમાં મને શંકા છે.

તો કંઈક આવી જ અસમંજસમાં રઈસભાઈએ લખેલી એક રચના માણીએ.

ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે, રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ,
ઉકાળો મળે જો તરત ગટગટાવે, રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.

ન કુરિયર ન એસટીડી ન તો ફેક્સ્ કરતો, એ પેજર મોબાઈલ થકી ખુબ ડરતો,
પગે ચીઠ્ઠી બાંધી કબુતર ઉડાવે, રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.

ના હોન્ડા ના સેન્ટ્રો ના ઓપેલ ઍસ્ટ્રા, ના ઍસ્ટીમના ફ્રેન્ડ, ફ્ર્ન્ટી કે ઉનો,
બળદગાડું એને હજુ પણ લુભાવે, રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.

ન રાની ન કાજોલ ન ટ્વિન્કલ ન તબ્બુ, કરિશ્મા નહીં ને રવિના કદિ નહીં,
હજુ એને નરગીસ સપનામાં આવે, રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.

(આ રચનાને શ્યામલ-સૌમિલ મુનશી ભાઈઓએ સરસ રીતે સંગીતબધ્ધ કરી છે, એની MP3 ફાઈલની લિન્ક નીચે પ્રસ્તુત છે)
ન પેપ્સી ન થમ્સઅપ

પરેશ
તા. ૧૩-૦૫-૨૦૦૮

posted in Gujarati, poems | 0 Comments

10th May 2008

Indian Economics & Share Bajaar

Crude Oil price almost $126, Rs. lowers to almost 42 to a dollar, Nifty reversed from 5200 on bad Indian economic data (high inflation, rumours that govt. may consider appropriating Reliance oil inventories and stop them from exporting etc.)

જ્યારે Sub-Prime Problems ની વાત ચાલતી હતી ત્યારે $ ૧૦૦ બીલીયન ની વાત હતી. હવે એ આંકડો $ ૧ ટ્રીલીયન ઉપર પહોંચી ગયો છે! અને એનો કોઈ અંત પણ દેખાતો નથી. સીટી બેન્કવાળા વિ ક્રમ પંડિત $ ૪૦૦ બી. ના assets વેચી નાખવાની વાત કરે છે. એટલે એમ કે ઘરનું સોનું-ચાંદી વેચવાનો વારો આવ્યો છે. પેટ્રોલ આટલું મોંઘું કોને પોસાય? અને ક્યાં સુધી સરકાર oil subsidy આપીને OIL PSU companies ને ચલાવ્યા કરશે? ઓઈલનો લઘુત્તમ (minimum) ટારગેટ $ ૧૨૭ છે! મેં સાંભ્ળ્યું છે કે ધીરે ધીરે $ ૧૫૦ સુધી જશે! વિચાર કરો કે આ મોંઘવરી ક્યાં જઈને અટકશે?

આપણા પેટ્રોલ પ્રધાન મુરલી દેવરાનું ચાલે તો બધા states માં ડ્યુટી કટ (excise, octroi વિ.) કરાવશે. RELIANCE નાં ૧૪૦૦ પેટ્રોલ પમ્પો બંધ છે. મુકેશ અંબાણી વગર subsidy/compensation સરકારને એમનું પેટ્રોલ આપી દે એમ હું માનતો નથી. પણ election માથે તોળાઈ રહ્યું હોય ત્યારે લુંગી નં. ૧ ચિદમ્બર્મ inflation ના નાગને નાથવા સુદર્શન ચક્ર છોડવા તૈયાર થઈને ઊભા છે.

આવા વાતાવરણમાં ફરીથી SENSEX/NIFTY ડૂબશે, અને આ વખતે ૧૪૬૭૭/૪૪૪૮ પરથી પાછો ફરશે એવી કોઈ ગેરન્ટી દેખાતી નથી. ૨૦૦૦, ૨૦૦૨, ૨૦૦૪, ૨૦૦૬ આ EVEN સાલોમાં મે મહીનાએ કાળો કેર વર્તાવ્યો છે; અને આ વખતે પણ એનો પરચો દાખવે એવી વકી છે. એકાદ NIFTY PUT અથવા SHORT POSITION લઈને બેસવામાં માલ લાગે છે. સૌથી સારું તો પૈસા cash માં રાખીને બેસવામાં મજા છે. તમે શું ક્યો છો?

આ બ્લોગ જો તમારા વાંચવામાં આવે તો મને જરુર comments લખશો. ધન્યવાદ.

ઘાયલનો એક લાજવાબ શેરઃ

નહીં તો હોય ના સિતારા આટઆટલા,
કોઈ વિરાટ સ્વપ્નના ચૂરા થયા હશે.

પરેશ
તા. ૧૦ મે. ૨૦૦૮

posted in Gujarati, Uncategorized, indian economy, poems, stocks | 0 Comments

2nd May 2008

Maro Punn Ek Blog…

મારો પણ એક બ્લોગ…

ઘણા વખતથી આ બ્લોગ લખવાની ઈચ્છા હતી તે આજે પૂરી થઈ.
સૌ પ્રથમ તો ‘ગુગલ’ માં જઈને ચેક કર્યું ત્યારે ખબર પડી કે મારા જેવા ઘણા ભડવીરો છે! એ સૌને મારા સલામ.

જાણકાર લોકોએ આપેલી માહિ તી પ્રમાણે Required Files download કરીને આ લખવાનું ચાલુ તો કર્યું, હવે કેવું લખાય છે તે આપ જેવા વાંચનારાઓની comments પરથી ખબર પડશે!

લખવામાં ભૂલચૂક હોય તે સુધારીને વાંચી લેજો :)

અને જાણકારોને વિનંતિ કે હ્સ્વઈની છત્રી અક્ષરની આગળ કેવી રીતે કરવી તે મને સમજાવે, thank you.

Once I get my hands on ildc.gov.in and WinXP CDs required to install some files in the next week or so, I’ll be better equipped to do this as I understand. But I’m all charged up about this. Especially those of you beyond fifties in age and who passed S.S.C. with High Level gujarati (and Sanskrit like I did) would relate to my blogs readily I hope. After having spent a number of years in US studying and working (trying to achieve the Great American Dream with a house in the suburbs etc. :), I have now retired in the sanctity of my Pune home. My son who was born in US, is busy chasing his dream along with his wife.

આમ તો હું મુંબઈનો કહેવાવું, પણ પૂના આવ્યા પછી અહીં સદી ગયું છે. અમારા ઘરની ટેરેસ સામે નાનો વનપ્રદેશ (reserved forest area) છે જેથી દિવસના ભાગમાં પણ સારી ટાઢક રહે છે. વનપ્ર્વેશમાં તો આવું જ હોયન.ે આ તો થઈ મારા વિષે નાની અમથી વાત.

શૂન્ય પાલનપૂરીના એક શેરથી વિરમું છું.

જગે અર્પણ કર્યા કાંટા, કશું વિપરિત વીચારીને
અમે એના વડે કીધી સુરક્ષિત પ્રાણક્યારીને.

પરેશ

posted in Gujarati | 0 Comments