Gujju Bits

બ્લૉગ લખવાની કળા

27th August 2008

બ્લૉગ લખવાની કળા

ગુજરાતીમાં લખવું, અને એ પણ બ્લૉગ લખવો (એટલે કે ઇન્ટરનેટ પર લખવું) એમાં સૌ પ્રથમ
કળા કરતા શ્રધ્ધાનો ફાળો વિશેષ છે એવું મારું માનવું છે! :) જેમ કે ગાવાવાળાને સાંભળવાવાળા
ન મળે છતાંય ગાયે જાય એના જેવું! હું અને અશ્વિન મહેતા ઉર્ફે ‘નાની’ જેનો મેં આગલી પોસ્ટમાં
ગાયક તરીકેનો ઉલ્લેખ કર્યો છે, વખતોવખત કલાકો સુધી અમારી મસ્તીમાં ગાયનો ગાતા રહેતા એમ.
એક વાર અમે બે મુંબઈની મહાકાલી કેવ્ઝમાં બેસીને લલકારવા માંડ્યા. ગુફાઓમાં ગુંજતો અવાજ
નાનીને બહુ ગમતો. અને પછી જોયું કે ગુફાની બહાર ધીરેધીરે ટહેલવા આવેલા લોકોનું ટોળુ જામી ગયેલું!
અમને ખબર નથી કે એ લોકોને અમારું ગાવું ગમ્યું કે પછી અમને પાગલ ગણ્યા હશે!

કંઈક એ રીતે જ બ્લૉગ લખવો એ પોતાની મનપસંદ કાર્યપ્રર્વુત્તિ હોય તો જ તમે આ કામમાં ટકી શકશો
તેમ મારું માનવું છે. શ્રધ્ધા એટલા માટે કહ્યું કે તમારો આ લેખ કોઇક તો વાંચશે, અને કોઇકને તો પસંદ
પડશે તે પૂરતું! બાકી ગામને મોઢે ગળણી ક્યાં બાંધી શકાય છે?

કવિ જલન માતરીનો એક લાજવાબ શેર યાદ આવે છે કેઃ

શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરુર?
કુર્આનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી!

પહેલા તો તમારે કમ્પ્યુટરને ગુજરાતી લખવા-વાંચવા માટે તૈયાર કરવુ પડે. એમાં પણ ફક્ત એકાદ
વસ્તુ કે પ્રોગ્રામ ઈન્સ્ટોલ કરવાની વાત હોય તો સમજ્યા, મારા ભઈ! કમનસીબે નરેન્દ્રભાઈએ…
(ના સમજ્યા? શું યાર, આપણી ગરવી ગુજરાતના ગૌરવ સમા મુખ્ય મંત્રીસ્તો!) હજુ સુધી કોઈ
પાસે comprehensive installation in one package કહેવાય એવો એક પ્રોગ્રામ તૈયાર
નથી કરાવ્યો એટલે ઘણાં તો ત્યાં જ હાર માની લે છે. અમુક લોકો તેથી આગળ વધી શક્યા છે, પણ
લખતી વેળા તેઓ બ્લૉગનો વિષય વિગેરેની અસમંજસમાં પડી ગયા લાગે છે. હું આ સાઇટ ઉપર
જેટલા અધકચરા પ્રયાસો જોઉં છું તે પરથી કહું છું. વળી અચાનક અહીંની મફત બ્લૉગની ઑફર
જોઇને ઘણાં SPAM બ્લૉગ ચાલુ થઈ ગયા છે જે, મારા મતે, આ સાઈટનું ‘ગુજરાતીપણું’ ઓછું
કરવા સાથે, એની વેલ્યુ પણ ઘટાડી રહ્યા છે.

જેટલા લોકો કમ્પ્યુટર પર ગુજરાતી લખી-વાંચી શકે છે, તેઓ બીજાના બ્લૉગ ઉપર પોતાનો પ્રતિભાવ
આપતા કે પોતાના બ્લૉગ ઉપર માંગતા અચકાય છે. અને આ પ્રકારનું વર્તન ફક્ત આ સાઇટ પૂરતું
મર્યાદિત નથી. મેં જોયું છે કે બીજી ઘણી સાઈટ ઉપર પણ આપણી પ્રજા જગતની બીજી પ્રજાઓની
દ્રષ્ટિએ થોડી પાછળ પડે છે. હું કંઈ મનોવૈજ્ઞાનિક નથી એટલે આ વિષયમાં વધુ વિસ્તારથી ચર્ચા કરવાનો
અધિકાર ધરાવતો નથી, પણ પ્રાથમિક રીતે જે અવલોકન કરી શક્યો છુ તે ફક્ત જણાવું છું.
જ્યારે gujaratiblogs.com આપણને ગુજરાતીમાં આપણા વિચારોનું મુક્ત આદાન-પ્રદાન કરવા માટે
આટલી મહામુલી તક આપે છે, એ પણ મફતમાં, ત્યારે એનો લાભ ન ઉઠાવવો તે આપણી જ ભુલ કહેવાય.

તો ચાલો, ભાઈઓ અને બહેનો, મગજની અણી કાઢો અને કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર અક્ષરો ટપકાવો જોઈએ :)

પરેશ

તા. ૨૭ ઓગષ્ટ, ૨૦૦૮

posted in Gujarati | 0 Comments

5th July 2008

મરીઝ (અબ્બાસ વાસી)

એમના ‘આગમન’ નામનાં ગઝલસંગ્રહમાં મરીઝ સ્વયં લખે છે-
“ગઝલ ક્ષેત્રમાં હું મહામહેનતે ગોઠવાયો છું : એક તો ઓછું ભણેલો, ભાષા, વ્યાકરણ અને જોડણીનું
ખાસ જ્ઞાન નહીં, માત્ર ઊર્મિ, સંવેદન, અનુભૂતિ અને અવલોકનનાં બળ પર ગઝલોનું મેં સર્જન કરેલું છે.”
ગુજરાતનાં આટલા મહાન કલાકારની આ કેવી વિનમ્રતા, કેવી નિખાલસતા! તેઓ ગઝલ વિશે કહે છેઃ

હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ મરીઝ,
ગઝલો ફક્ત લખાય છે દિલની જુબાનમાં.

એ જ માણસ પછી કહી શકે કેઃ

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં,
મરીઝ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે.

જો મેં એમની હયાતીમાં ત્યારે સાંભળ્યો હોત તો કે’તઃ
ક્યા બાત હૈ, મરીઝ! પેન તોડી નાખ, ને પાટી ફેંકી દે. તેં તારી જિંદગીનો આખરી શેર લખી લીધો છે.

પણ આપણાં નસીબ સારાં કે મારી ત્યારે હયાતી નો’તી તે આપણને એમની બીજી કેટલીય સારી સારી
ગઝલો મળી છે!  એમાંની એક નીચે પ્રસ્તુત છેઃ

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે!

શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઈ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

કોઈ પ્રેમીથી તમારા વાતોની કલા લ્યે,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરુરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહી આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રુઠેલો છું, મને કોણ મનાવે?

અશ્વિન મહેતા ઉર્ફે ‘નાની’એ આ ગઝલના ચુનંદા શેરો લઈ એને પોતાના અવાજમાં સરસ રીતે મઢ્યું છે.
વખત મળ્યે એની MP3 File અહીં પોસ્ટ કરીશ, આપના મનોરંજન માટે.

પરેશ
તા. ૫ જુલાઇ, ૨૦૦૮

posted in Gujarati, poems | 0 Comments

19th June 2008

પડુંપડું થઈ રહેલાં જગતનાં બજારો…

કેમ છો? મારા મન પર શેરબજાર છવાયેલું છે, એટલે એની ચર્ચા કરવી યોગ્ય લાગે છે.

Dow Jones, Sensex, and other world indices - all poised at crucial levels.

Looking at the major markets around the world, subprime credit crunch (now stated to be around $1.3 trillion - yep, that’s billion with a T, and we have only seen declarations worth about $400 billion!) promises more pain for the financial sectors for several quarters to come, inflation just cannot be wished away while the leaders of the world fight over oil prices, food prices, commodities, and gold, unemployment figures, companies tightening belts (and underwears even) - all of these portends of bad times ahead.

The technical charts also point to the unfolding of a lethal wave that’s poised to destroy the markets everywhere, especially India which is closer to home for me. All the sectors seemed to have had their day in the sun. Now what? Tomorrow if the weekly close is below 15000, then the downward move can intensify and drag the Sensex below 14000. Bulls have tried their best to protect the fort at 14600, but have lost their grip now. One silver lining is that the fury of the unfolding down wave may be curtailed in the zone between 13700 and 14000. If not, run fast, away from the markets. But there won’t be any place for you to hide.

The age-old ‘buy and hold’ strategy is for the birds. The world economy is in bad shape anyway you slice it. I say what the heck: let’s call a spade a spade; and the emperor is NAKED whether one likes it or not. The present strategy is ‘book profits whenever you can’ and put a stoploss on your investments. I invite others to chime in whenever they feel like writing a comment or tell me off for my radical views or whatever. Show me that you’re alive and able to write. :)

ગુજુ બ્લોગમાં ખાલી ENGLISH માં ભરડે જઈશ તો લોકો નિરાશ થશે મારી ઉપર, એટલે અહીં ક્યાંકથી પ્રકાશ તો મેળવવો જ રહ્યો!

જરા અંધાર નાબુદીનો દસ્તાવેજ લઈ આવ્યો,
અરે લ્યો, આગિયો સૂરજથી થોડું તેજ લઈ આવ્યો.

કવિ છે શોભિત દેસાઈ. કેટલી સરસ કલ્પના છે! આશિતભાઈએ આની એટલી જ સરસ સ્વરરચના કરી છે. એમની CD જરુરથી સાંભળશો.

તમને મારો બ્લોગ ગમ્યો? તો જરુર તમારી comments લખી જણાવશો. અને ક્યાંક કંઈ ઉણપ લાગી તો તો ખાસ લખશો.
પણ કંઈ લખ્યા વગર ચાલી જશો તો વિચારોની આપલે કેમ થશે?

પરેશ

તા. ૧૯-૦૬-૨૦૦૮

posted in Gujarati, indian economy, stocks | 1 Comment

24th May 2008

શૂન્ય પાલનપૂરી

કમ્પ્યુટર ઉપર ગુજરાતીમાં લખવું સહેલું નથી. મારા અમુક વાચક મિત્રોના જણાવ્યા મુજબ તેઓને મારા
બ્લોગ્સ ઉપર પોતાનો પ્રતિભાવ દર્શાવવો હતો પણ ગુજરાતીમાં ન લખી શકવાથી અચકાઈ ગયા. તો મારે એ
બાબત ઉપર થોડો પ્રકાશ નાખવો છે જેથી ભવિષ્યમાં તેઓ (અને એમના જેવા બીજાઓ) ઉત્સાહપૂર્વક આગળ વધી શકે.

પોતાના કમ્પ્યુટર ઉપર ગુજરાતીમાં લખવું અને ઈન્ટરનેટ ઉપર ગુજરાતીમાં લખવું એ બે જુદી વસ્તુઓ છે. મારા આગળના
એક બ્લોગમાં મેં ‘ધવલ શાહ’ની લિન્ક આપેલી છે. તેમાં Microsoft ની BHASHAINDIA.COM પરથી એક ફાઈલ
ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની વાત છે. આ ફાઈલ છે Gujarati Indic IME 1 file. આને ઇન્સ્ટોલ કર્યા પછી તમારા
કમ્પ્યુટર ઉપર ચાલુ સોફ્ટવેર જેવું કે MS WORD વિ. માં ગુજરાતીમાં લખી શકાશે. આ બ્લોગ ઉપર કોમેન્ટ્સ લખવા
માટે તેની જરુર નથી. મારા બ્લોગની right side panel પર Type Gujarati નામની જે લિન્ક છે તેની
ઉપર વિશાલના જણાવ્યા મુજબ પગલાં ભર્યા પછી તમે ગુજરાતી બ્લોગ્સ ઉપર કોમેન્ટ્સ લખી શકશો, એટલું જ નહીં પણ
તમારો પોતાનો બ્લોગ પણ ચાલુ કરી શકશો! આ બંને પગલાં એક જ વાર ભરવાનાં રહેશે, બસ પછી કાયમની નિરાંત.
અને આમ કર્યા પછી તમે આસાનીથી ઈન્ગ્લીશ અને ગુજરાતી વચ્ચે સ્વિચ કરી શકશો.

Microsoft Gujarati Language Pad is very difficult to use because it is not phonetic,
and does not come with an easy to use manual. I wonder how come we, as a gujarati
computer user community, not raised a hue and a cry about this by now?
I downloaded Gujarati Indic IME 1 file from BhashaIndia.com, and followed the
instructions to install it. Now while I can type in Gujarati in Title line, the typepad
is SO DIFFERENT from the one I use to write this blog, it makes me want to scream.
Since I am somewhat computer savvy, I wonder what other poor souls must be
trying to do. I couldn’t get a CHARACTER MAP to show how the gujarati alphabet
was mapped to English keyboard. Finally, I did what any self-respecting individual would
do - i.e. to prepare my own key map in excel worksheet and saved a copy in .BMP
format. It still does not explain how to write combined letters like શૂન્ય etc. What a pity!
If any reader knows where and how to protest to get phonetic keymapping done
by Microsoft, I’ll be sure to sign up. Any one??

ચાલો આપણે ગઝલોનો દૌર આગળ વધારીયે. આજે વાત કરવી છે ગઝલસમ્રાટ શૂન્ય પાલનપૂરીની.

ગઝલ લખવા વિશે શૂન્ય પાલનપુરી કહે છેઃ
દેહના કોડિયે પ્રાણની વાટને લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે દિલને રોશન કરે એવી નૂરે ગઝલ.

શૂન્યનું અસલી નામ અલીખાન બલોચ. શિક્ષક, શાયર અને પત્રકાર તરીકે તો એ ઝળક્યા જ છે; પણ સ્વર્ગસ્થ
શ્રી. ચંદ્રકાંત બક્ષીએ એમની એક આલોચનામાં જણાવ્યા મુજબ અલીખાને જ્યોર્જ ફિફ્થ ક્લ્બમાં વિકેટ કીપિંગ પણ
કર્યું છે! મુસ્લિમ હોવા છતાં હિંદુ અને સંસ્કૃત શબ્દો તથા વિચારશૈલીને કવિતામાં સહેજથી વણી લેતાં.
આજે એમના કાવ્યજીવનમાં જરા ર્ડોકિયું કરીયે. કુછ શેર અર્જ હૈ, જનાબ, મુલાહજા ફર્માઈએ!

ગમ નથી જો આંખ ના લૂછે કોઈ પાલવ હવે,
ધૈર્ય પોતે જાળવે છે દર્દનું ગૌરવ હવે.

ઝુલ્ફ કેરા વળ સમી છે ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.

સભાઓમાં છે શબ્દની બોલબાલા
નથી પૂછતું અર્થનો ભાવ કોઈ
કદર છે મને મારી ગઝલોની એથી
હવે ખુદ લખું છું ને ખુદ સાંભળું છું.

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની.

સમયના ગજથી જેઓ પ્રેમની આવરદા માપે છે,
સદા એ ડાઘુઓ પેઠે જીવનનો પંથ કાપે છે.
અવસ્થા મંચ બદલે તો ફરક ઝાઝો નથી પડતો,
બુઢાપો ગાય છે ગઝલો, જવાની દાદ આપે છે.

મારું હોવું કે ન હોવું દોસ્ત સરખું છે બધું,
બાદબાકી હો કે સરવાળો, ફરક પડશે નહીં.
મુજને ગુણવા ભાગવાની ભૂલથી કોશિશ ન કર,
શૂન્યમાં જે ગુમ થયો એ શોધતાં જડશે નહીં.

કામ તો મરજીવાનું સારું છે, પણ બહુ રંજ આપનારું છે;
મોતી આપ્યાનો હર્ષ છે કિંતુ મોં હજુ પણ ખારું છે.

પહાડો તોડવા પ્રેરે હવે એવા સનમ ક્યાં છે?
વહે નદીઓ કરુણાની હ્રદયમાં એ જખમ ક્યાં છે?
કરે છે બેધડક દાવો અનલહકનો બધા આજે
હવે એ મન્સૂરો ક્યાં છે? એ શૂળીની રસમ ક્યાં છે?

(’અનલહક’ એટલે “I am everything” અથવા “અહમ્ બ્રહ્માસ્મિ”)

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ,
શંખનાદો, ઝાલરો ને બાંગના આલાપ બંધ,
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે “હું કોણ છું?”
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ.

મારે જોવું’તું અખંડિત દ્ર્શ્ય કિંતુ શું કરું?
આયખાના આયનામાં લાખ તીરાડો હતી.

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો
દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે.

અને હવે છેલ્લે, એમની એક આખી ગઝલ માણીયેઃ

જગે અર્પણ કર્યા કાંટા, કશું વિપરિત વિચારીને
અમે એના વડે કીધી સુરક્ષિત પ્રાણ-ક્યારીને

તમે ચાલ્યા ગયા સુની કરી દિલની અટારીને
અમે સ્થાપી છે ત્યાં મૂર્તિ સ્વરુપે ઈંતેજારીને

કરો હદથી વધુ મંથન, હળાહળ દે છે રત્નાકર
વિપદ ના વ્હોરજો, સંસારમાં તૃષ્ણા વધારીને

ગુલામી ગઈ કિનારાની, દિશાના બંધનો છૂટ્યાં
અમે નાથ્યો સમંદર, નાવ મજધારે ઉતારીને

નથી બાકી પ્રભુ પાસે, હવે મૌલિક સમું કૈં પણ
કરે છે પેશ, એના એ જ સૌ સર્જન મઠારીને

પરેશ
તા. ૨૪-૦૫-૨૦૦૮

posted in Gujarati, poems | 0 Comments

16th May 2008