Gujju Bits

The Power of Silence

16th May 2008

The Power of Silence

posted in Gujarati, poems |
એક મિત્રે મને ગુડ મોર્નિંગ એસએમએસ મોકલ્યોઃ

A seed while growing makes no sound. A tree when falling makes huge noise.
Destruction is noise. Creation is always quiet. This is the Power of Silence.

આપણામાં બે બહુ જાણીતી અને ચવાઈ ગયેલી વિરોધાભાસી કહેવતો છેઃ  ન બોલ્યામાં નવ ગુણ   અને   બોલે એના બોર વેચાય.
આમ મૌન પણ વિરોધાભાસી નથી લાગતું? અણગમતી એકલતા, જ્યારે મનમાં વિચારો ઘુંટાય જેને વાચા ન મળે તો કેવી ગુંગળામણ થાય?
તો સાથે મૌન ક્યારેક શબ્દોથી નહીં પણ આંખોમાંથી વ્યક્ત થતો સુવાસિત પ્રેમ પણ હોઈ શકે છે. આવી મધુર પળો સૌએ માણી જ હશે.
તો ચાલો વધુ શબ્દો કરતાં કવિઓની દુનિયામાં જરાક ડોકિયું કરીને જોઈએ કે તેઓએ મૌનને કેવી રીતે વધાવવ્યું છે.

શૂન્ય પાલનપૂરી લખે છેઃ

મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો
આવ કે જોવા સમો છે શૂન્યનો વૈભવ હવે

અર્થપૂર્ણ મૌન પ્રેમમાં કેટલું મહત્વનું હોઈ શકે છે તે શૂન્ય સમજાવે છેઃ જોધા અકબર

પ્રેમ ઈર્ષાથી પર ક્યાંય હોતો નથી
શબ્દથી વાત કેરું વતેસર થશે
હોઠ સીવીને ચૂપચાપ જોતા રહો
મૌન પેદા કરે છે ભરમ કેટલા

જયંત શેઠ કહે છેઃ

ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઈ જાય છે
તો સમજ્યા વિના અમને બધું સમજાઈ જાય છે

આદિલ સાહેબ કંઈક એ જ ઢબે રજૂ કરે છે કેઃ

તમે શબ્દોથી જેને દૂર રાખ્યું, હવે આંખોંથી છલકાઈ રહ્યું છે
તમે જેને શિખરનું મૌન સમજ્યા, તળેટીમાં તે પડઘાઈ રહ્યું છે

હરીન્દ્ર દવેને મૌનમાં ભાર અને આભાર બેઉ દેખાય છેઃ

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી

(એમની આ આખી કવિતા ક્યારેક માણીશું)

મારા ઉદાસ દિલમાં વળે છે ફરી કરાર
પાછું તમારા મૌનમાં સાંત્વન ભળ્યું હશે

કાળઝાળ મૌનમાં શબ્દો કેવા થીજી જાય છે તે વાત પ્રફુલ્લ પંડ્યા કરે છેઃ બરફીલો પહાડ

થીજી ગયો’તો શબ્દ પછીથી જે મૌનમાં
ધારીને શબ્દદેહ ફરી ઓગળ્યો નહીં

ઓછું બોલીને ઘણું કહી દેવાવાળા સૂફીઓની બે વાતઃ
ON SUFISM:
Whatever you have in your mind - forget it;
Whatever you have in your hand - give it;
Whatever is to be your fate - face it! - Abu Sa’id

A seeker went to ask a sage for guidance on the sufi way. The sage counselled, “If you have
never trodden the path of love, go away and fall in love; then come back and see us.” - Jami

જયંન્ત જોશીના પ્રેમમાં તરબોળ સુવાસિત શેરથી આજના આ શબ્દપ્રવાસમાં અહીં વિરામ.

શબ્દથી પર કો’ક તો સંબંધ હોય છે
મૌનમાં વાચાળ એ સુગંધ હોય છે

પરેશ
તા. ૧૬-૦૫-૨૦૦૮

Leave a Reply