Gujju Bits

An Eclectic Interesting Gujarati/English Blog

About Me

મારું નામ છે પરેશ કાપડિયા. પૂનાનો રહેવાસી છું છેલ્લા પાંચેક વર્ષથી. એ પહેલા હું મુંબઈ રહેતો, અને ત્યાં જ ઉછર્યો છું.

મારા ધર્મપત્ની તે પન્ના. મારો દીકરો અનુજ અને એની પત્ની માનસી ન્યુ યોર્ક બાજુ રહે છે. આ છે મારો પરિવાર.
અનુજ મેનેજમેન્ટ કન્સલટન્ટ છે, અને માનસી પ્રાઈવેટ હેજ ફન્ડમાં કામ કરે છે. બેઉ સુખી છે.
હું હવે મારા ગ્રાન્ડ ચાઈલ્ડની રાહ જોતો બેઠો છું!

મુળે હું કમ્પ્યુટર એન્જિનિયર બન્યો; અમેરીકા ભણ્યા, નોકરી કરી, બે પૈસા કમાયા. કેલિફોર્નિયામાં ઘર પણ હતું, વિ.

છેલ્લા દસેક વર્ષથી હવે ઈન્ડીયા સેટલ થયા છીએ. અમને તો પૂના ગમે છે, અને અહીં પાછો આવવાનો વિચાર
કરવાવાળા સૌને હું બેશક પૂના રેકમેન્ડ કરું. અહીં સારી સોસાયટીઓ છે, સારી સગવડો છે, સારી સ્કૂલો છે, સારી
ક્લબ્સ છે, સારાં રેસ્ટોરન્ટ્સ છે, મુંબઈથી નજદીક છે, સારી હોસ્પીટલો છે, બીજું શું જોઈએ?

ઘણાં લોકોનાં પરિચયમાં આવ્યા. તમે મને જાણતા હો તો જરુર હાંક દેજો, અહીં જ વળી.

ચાલો તો અમેરીકામાં અમુક લોકોને કહેવાની ટેવ છે તે પ્રમાણે કહું તોઃ

ટેક ઈટ ઈઝી કરજો :)

There is currently one response to “About Me”

Why not let us know what you think by adding your own comment! Your opinion is as valid as anyone elses, so come on... let us know what you think.

  1. 1 On July 18th, 2008, Sudhir said:

    Dear Pareshbhai,

    I show your comment on readgujarati.com for my gazals and
    liked it and clicked on your name and by chance visited your
    wonderful blog. Very happy to see your interest in variety of
    fields. Wish you all the best.
    Sudhir Patel
    Charlotte, NC, USA

Leave a Reply